Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

અચંબિત કરી મૂકે એવી અન્ડરવોટર આર્ટ

અમેરિકાના ઓલિમ્પિકસ સિન્ક્રોનાઇઝડ સ્વિમર્સને પાણીમાં અવનવી આકૃતિઓ બને એવા પોઝમાં ઉભા રાખીને લિઝ કોર્મેન નામની ફોટોગ્રાફરે અદ્દભુત તસવીરો ખેંચી છે. પાણીની અંદર કોન્ટ્રાસ્ટ ઉભો કરવા માટે બેકડ્રોપ બ્લેક રંગનું રાખવામાં આવ્યું હતું. ફોટોગ્રાફરે પોતે પણ પાણીની અંદર સ્થિર રહીને આ તસ્વીરો ખેંચી હતી. સ્થિર રહેવા માટે પોતાની કમરે વજન બાંધી દીધું હતું. તરવૈયાઓ જો હળવો પોઝ આપવાનો હોય તો વધુમાં વધુ ૪પ સેકન્ડ્સ સુધી અંદર રહી શકતા અને એ દરમ્યાન લિઝ ર૦ થી ૩૦ ફોટોગ્રાફસ પાડી લેતી અઘરા અને સંકુલ પોઝની તસ્વીરો ખેંચવા માટે તેની પાસે માત્ર દસ જ સેકન્ડ્સ રહેતી હતી. લગભગ બાર સ્વિમર્સની સાથે લિઝે જે અન્ડરવોટર ફોટોશૂટ કર્યું છે એની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયુવેગે ફરવા લાગી છે.

(12:04 pm IST)