Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

જીવનમાં ખુશ રહેવા માટે પૈસા નહીં, પરંતુ કઇ બે વસ્તુઓ સૌથી વધુ જરૂરી!

રિસર્ચમાં સામે આવી વાત

નવી દિલ્હી તા. ૨૧ : સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો પોતાના જીવનમાં સૌથી વધારે મહત્વ પૈસાને આપે છે. કારણ કે તેમને લાગે છે કે જીવનમાં ખુશ રહેવા માટે સૌથી વધારે પૈસા જ હોય છે. પૈસાથી તે દરેક ખુશી ખરીદી શકાય છે. જો તમને પણ એવું લાગતું હોય તો પોતાનો વિચાર બદલી નાખો કારણ કે હાલમાં જ થયેલા એક સંશોધનમાં આ ધારણાને ખોટી સાબિત કરી દીધી છે. આ રિસર્ચ ઓકસફર્ડ ઈકોનોમિકસ અને ઈંગ્લેન્ડમાં નેશનલ સેન્ટર ફોર સોશિલય રિસર્ચના રિસર્ચરો દ્વારા કરવામાં આવી. આ સ્ટડીમાં લગભગ ૮,૨૫૦ લોકોને શામેલ કરવામાં આવ્યા. શામેલ લોકોને પૂછવામાં આવ્યું કે ખુશ રહેવા માટે સૌથી વધારે જરૂરી શું છે? જેને જાણવા માટે તેમને ૬૦ સવાલ પૂછવામાં આવ્યા. જે ફાઈનાન્સ, નોકરીની સુરક્ષા, કલાકોની ઊંઘ, નજીકના મિત્રો અને ફેમિલી સાથે રિલેશન પર આધારિત વસ્તુઓ હતી.

જેમાં જાણવા મળ્યું કે જીવનમાં ખુશ રહેવા માટે સૌથી વધારે સેકસ અને સારી ઊંઘની જરૂર હોય છે. આ બે વસ્તુઓ બાદ ખુશ રહેવા માટે નોકરી, નજીકના લોકોનું સારૃં સ્વાસ્થ્ય અને પડોશીઓ સાથે વાત કરવાની છે.

તેમાં સૌથી વધારે ચોંકાવનારી વસ્તુ આ હતું કે જીવનમાં ખુશ રહેવા માટે પૈસા તેટલા જરૂરી નથી, જેટલી અન્ય વસ્તુઓ છે. આ સ્ટડીમાં આ વાત સામે આવી કે જો તમે જીવનમાં ખુશ રહેવા ઈચ્છો છો તો સેકસ અને ઊંઘને જીવનનો ભાગ બનાવી લો.

(12:03 pm IST)