Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

જીવનમાં સ્ટ્રેસ ઓછું કરવું હોય તો સવારનો બ્રેકફાસ્ટ ચોકકસ લો

લંડન તા. ર૧: અત્યાર સુધી વજન ઘટાડવા, હાર્ટ-ડિસીઝ કે ડાયાબિટીઝનું જોખમ ઘટાડવા માટે સવારનો બ્રેકફાસ્ટ લેવો જ જોઇએ એવું આપણે સાંભળ્યું છે. બાળકોના વિકાસના સમયમાં પણ મોર્નિંગ બ્રેકફાસ્ટ ઇઝ મસ્ટ છે. જોકે સવારના નાસ્તાનો હજી એક વધુ ફાયદો લંડનના રિસર્ચરોએ શોધ્યો છેઃ એ છે સ્ટ્રેસથી મુકિત, સંશોધકોનું કહેવું છે કે સવારનો બ્રેકફાસ્ટ લેવાથી આપણો માનસિક પર્ફોર્મન્સ સુધરે છે. વોલન્ટિયર્સને નાસ્તો કરાવ્યા પહેલાં અને નાસ્તો કરાવ્યા પછી એમ અલગ-અલગ સમયે ચેલેન્જિંગ પરિસ્થિતિઓમાં મૂકીને તેમનો રિસ્પોન્સ તેમજ તેમના શરીરમાં થયેલા બદલાવોને નોંધવામાં આવ્યા હતા. સતત ચાર વીક સુધી પ્રયોગ કરીને સંશોધકોએ નોંધ્યું હતું કે સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરનારાઓની કમ કરવાની ઝડપ, નિર્ણયો લેવાની ગતિ અને સંકુલ વિચારોને સમજવા અને સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા આખા દિવસ દરમ્યાન વધુ હતી. બીજી તરફ જે લોકો સવારે ભૂખ્યા રહીને ઝટપટ દિવસનું કામ આટોપવાની ઉતાવળમાં રહેતા હતા તેમનામાં બપોર પછી કામની ગતિ ધીમી પડી જતી હતી. બ્રેકફાસ્ટ કરનારાઓના શહીરમાં સ્ટ્રેસ-હોર્મોન્સ પેદા થવાનું પ્રમાણ બ્રેકફાસ્ટ ન કરનારાઓ કરતાં ઓછું હતું.

(12:00 pm IST)