Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

કોઇ તમારૂં વારંવાર અપમાન કરી જાય છે? તો તમારી રોગપ્રતિકારક શકિતને પણ નુકસાન થશે

લંડન તા.૨૧: કોઇ આપણું અપમાન કરી જાય તો આપણા દિલને બહુ માઠું લાગી જાય છે. વારંવાર કોઇ આપણા દિલને ઠેસ પહોંચાડે અથવા તો ધુત્કારે તો એનાથી વ્યકિતના મન અને વર્તણૂક બન્ને પર અસર થાય છે. જોકે ડ્યુક યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે એનાથી મગજને જ નહીં, શરીરને પણ નુકસાન થાય છે. વાંદરાઓ પર થયેલા અભ્યાસમાં નિષ્ણાતોએ નોંધ્યુ છે કે જેને વારંવાર હડધૂત કરવામાં આવે, અપમાનજનક રીતે કાઢી મૂકવામાં આવે તો એનાથી વ્યકિતની રોગપ્રતિકારક શકિત ઘટે છે. અપમાનને કારણે સ્ટ્રેસ-હોર્મોન વધે છે અને એનાથી શરીરમાં ઇન્ફલમેશન, સોજો અને ઇન્ફેકશન થવાની સંભાવના વધી જાયછે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલી ડ્યુક યુનિવર્સિટીના સંશોધનકર્તાઓનું કહેવું છે કે શરીરના સ્વાસ્થ્ય માટે વ્યકિતના મનનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે.

(11:58 am IST)