Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિના ચત્તાપાટ નહીં, પડખાભેર સૂઓ

લંડન તા.૨૧: ગર્ભાવસ્થાનો ચેલ્લો તબક્કો ચાલી રહ્યો હોય ત્યારે પેટનો ઘેરાવો ખૂબ વધુ હોય છે એવા સમયે તમે કઇ રીતે સૂઓ છો એની બાળકના ગ્રોથ પર અસર પડે છે. ઇંગ્લેન્ડની સેન્ટ મેરીઝ હોસ્પિટલના રિસર્ચરોનું કહેવું છે કે જો પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિના દરમ્યાન મહિલા કમર પર સીધી સૂવાની આદત ધરાવતી હોય તો બાળકના ગ્રોથમાં તકલીફ થાય છે. જો મહિલાઓ સાતથી નવમા મહિના દરમ્યાન પડખાભેર સુવાનું રાખે તો બાળક મરેલું જન્મે એવી સંભાવના  ૩.૭ ટકા જેટલી ઘટી જાય છે. મમ્મી વિવિધ પ્રોઝિશનમાં હોય ત્યારે બાળકના હાર્ટ-રેટમાં વધઘટ થતી હોય  છે. જ્યારે ચત્તાપાટ સૂવામાં આવે છે ત્યારે બાળકની પોઝિશનને કારણે રકતવાહિનીઓ પ પ્રેશર આવે છે અને પેટના ભાગમાં ઓકિસજનનું પ્રમાણ ઓછું થઇ જાય છે. બ્રિટનના ૪૧ મેટરનિટી યુનિટ્સમાંથી ૧૦૨૪ મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાંથી ૨૯૧ મહિલાઓને ૨૮મા અઠવાડિયા પછીના સમયમાં કસુવાવડ થઇને મરેલું બાળક જન્મ્યુ હતું. તમામ મહિલાઓની પ્રેગ્નન્સી પહેલાંના ચાર વીક દરમ્યાન તેમની સૂવાની આદતો તપાસમાં આવી હતી. અભ્યાસમાં નોંધાયુ હતુ કે ચત્તાપાટ સુનારી મહિલાઓને મૃત બાળક અવતરે એવી સંભાવના ૨.૩ ટકા જેટલી વધુ હોય છે. બ્રિટનના સિનિયર ગાયનેકોલોજિસ્ટોએ બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ છેલ્લા ત્રણ મહિના દરમ્યાન બને ત્યાં સુધી મહિલાઓને પડખાભેર સુવાની સલાહ આપવામાં આવી છે.

(11:55 am IST)