Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

ભણવા અને ટ્રાવેલ કરવા માટે આ મોડલે પોતાની વર્જિનિટી વેચી ૧૯ કરોડ રૂપિયામાં

અબુધાબીના એક બિઝનેસમેને ચૂકવ્યા ૧૯.પ કરોડ

ન્યુયોર્ક, તા. ર૧ : પશ્ચિમના દેશોમાં છાશવારે યુવતીઓ રૂપિયાના બદલામાં પોતાનું કૌમાર્ય વેચવા કાઢતી જોવા મળે છે. એમાં વધુ એક ઉમેરો થયો છે. અમેરિકાની ગિસેલ નામની ૧૯ વર્ષની યુવતીએ પોતાની વર્જિનિટી જર્મનીની સિન્ડ્રેલા એસ્કોર્ટસ વેબસાઇટ દ્વારા વેચી હોવાનો દાવો કર્યો છે. એવું કહેવાય છે કે ગિસેલની વર્જિનિટ માટે અબુધાબીના એક બિઝનેસમેને ૩ મિલ્યન ડોલર એટલે કે ૧૯.પ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ઓકશનમાં લોસ એન્જલસના એક હોલીવુડ એકટરે અને રશિયન રાજકારણીએ પણ બોલી લગાવી હતી. વર્જિનિટી વેચવાના મુદા પર ગિસેલ મેડમનું કહેવું કે  વર્જિનિટી વેચવાના ટ્રેન્ડથી વ્યકિત પોતાને આઝાદ કરી શકે છે અને તમને સોશ્યલ અને ઇકોનોમિક હકો મળે છે જે લોકો વર્જિનિટી વેચવાના વિરોધી છે એનાથી મને નવાઇ લાગે છે. જો હું પહેલી વાર કોઇ એવી વ્યકિત સાથે જવા માગું છું જે મારો પહેલો પ્રેમ નથી તો એ મારી અંગત નિર્ણય છે.

હવે જયારે આટલી મોટી બોલી લાગી છે ત્યારે ગિસેલ બહુ ખુશખુશાલ છે તેનું કહેવું છે કે મને અંદાજ નહોતો કે ઓકશનમાં આટલી કમાણી થશે.

(11:54 am IST)