Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

મસલ્સ સ્ટ્રોન્ગ બનાવવા માટે સાયન્ટિસ્ટે જાતે જ પોતાના DNA ચેન્જ કર્યા

લંડન તા.૨૧: માણસને વધુ મજબૂત અને અમર બનાવવા મટે વૈજ્ઞાનિકો જાતજાતના પ્રયોગો કરતા આવ્યા છે. જોકે લેબોરેટરીમાં સફળ થયેલા કેટલાક પ્રયોગો વૈજ્ઞાનિકો પોતાની જાત પર પણ કરતા હોય છે. લંડનસ્થિત જોસીઆ ઝાયનર નામના સાયન્ટિસ્ટે મસલ્સને નબળા પાડતા અને મસલ્સના ગ્રોથને અવરોધતા ખાસ પ્રોટીનને પોતાના શરીરના મૂળભૂત કોષોમાંથી એડિટ કરવાનો પ્રયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ ભાઇના દાવા મુજબ જોસીઆએ માત્ર મસલ્સને મજબૂત બનાવવામાં અવરોધરૂપ એવા જનીનગત પ્રોટીનને પોતાના મૂળભૂત કોષોમાંથી કાઢી નાખ્યું છે. મૂળભૂત કોષોને બદલવા માટે શોધાયેલી ખાસ ટેકિનક દ્વારા તેણે શરીરમાં પોતે પહેલેથી મોડિફાય કરી રાખેલા મૂળભૂત કોષોની કોપી શરીરમાં દાખલ કરી હતી. અમેરિકા અને બ્રિટનમાં મૂળભૂત કોષોના એડિટિંગના આવા પ્રયોગો અત્યંત રેર અને અસાધ્ય રોગો માટે જ કરવાની પરવાનગી છે. જોકે આ ભાઇએ જાતે પોતાના મસલ્સ કદી નબળા ન પડે એ માટેનું મ્યુટેશન જાતે જ પોતાના શરીર પર કર્યુ હતું. પહેલા અમેરિકન અવકાશ સંસ્થા નાસામાં કામ કરી ચૂકેલા આ બાયોકેેમિસ્ટ લોકો પોતાની જાતે શરીરનાં જનીનગત મોડિફિકેશન કરી શકે એવી સેલ્ફ-કિટ તૈયાર કરી રહ્યા છે અને તેમનો દાવો છે કે ભવિષ્યમાં લોકો પોતાના જનીનના ગુલામ નહી રહે, તેઓ ચાહે એવા બદલાવ જનીનમાં કરી શકે એમ છે.

 

(11:53 am IST)