Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 23 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ત્રણ અલગ-અલગ પ્રાંતોમાં સુરક્ષાબળોની તરફથી કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 23 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે હવાઈ હુમલો કંધાર,ગજની અને બાંદગીસ પ્રાંતમાં કરવામાં આવ્યો હતો.

      કંધાર પ્રાંતમાં આર્ગીસ્તાન જિલ્લામાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં 10 આતંકવાદીઓ મોતને ભેટ્યા છે તેમજ અન્ય બે ને ઇજા પહોંચી છે ગજની પ્રાંતના અદાર  જિલ્લામાં થયેલ હવાઈ હુમલામાં  ત્રણ આતંકવાદીઓ મોતને ભેટ્યા છે જયારે બદગીસ પ્રાંતમાં થયેલ અન્ય એક હુમલામાં 10 આતંકવાદીઓના મોત નિપજ્યા છે.

(6:27 pm IST)