Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ તમારો Morning Breakfast !

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તામાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારૂ પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહિં ખાઓ પડે. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક નુકશાનકારક બની જાય છે.

મિસોરી યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર હિથર લીડી કહે છે ''દરેક વ્યકિત જાણે છે કે સવારનો નાસ્તો કેટલી મહત્વપૂર્ણ હોય છે પણ તેના પર મોટાભાગના લોકો તે પ્રત્યે ધ્યાન નથી આપતા.''

સંશોધકોએ પોતાના અભ્યાસમાં જોયું કે સવારનો નાસ્તો ન કરતા યુવાનો અસ્વસ્થ આહાર લે છે, આવા લોકો રાત્રે વધુ ખાય છે અને આ કારણે તેમનું વજન વધે છે અને તેઓ મોટાપાનો શિકાર બને છે. તેમણે જોયું કે ૬૦ ટકા યુવાનો સવારે નાસ્તો નથી કરતા.

તેમની સરખામણીમાં સવારે નાસ્તો કરતા લોકોની ભૂખ નિયંત્રિત રહે છે અને તેઓ અસ્વસ્થ આહાર વધુ ન લેતા હોવાથી  અને વધારે ખોરાક ન ખાતા હોવાથી મોટાપાથી બચે છે. પ્રોટીનથી ભરપૂર નાસ્તો દિવસભર વધુ ખાવાથી બચાવે છે.

(10:13 am IST)