Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં નાવડી પલ્ટી ખાતા 44 મોતને ભેટ્યા

નવી દિલ્હી:આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના વિક્ટોરિયા લેકમાં નૌકા પલટતાં ૪૪ લોકો મૃત્યુ પામ્યા છે. નાવમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. હાલમાં બચાવ અભિયાન અંધારું હોવાના કારણે રોકવામાં આવ્યું હતું.

તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં નૌકા પલટતાં ૪૪ લોકોનાં મૃત્યુના સમાચાર આવ્યા છે. રિપોર્ટ મુજબ તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડા તથા આફ્રિકામાં પસાર થતા સૌથી મોટા વિક્ટોરિયા લેકના બે દ્વીપ વચ્ચે આ ઘટના ઘટી છે.

સ્થાનિક મીડિયા અનુસાર નૌકામાં કેટલા લોકો સવાર હતા તેની જાણકારી મળી શકી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ નૌકામાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. નાવમાં લગભગ ૪૦૦થી ૫૦૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

ઈમર્જન્સી રિસ્પોન્સે આ દરમિયાન ૩૭ લોકોને બચાવી લીધા હતા. ક્ષેત્રિય આયોગ જોન માંગેલાએ સ્થાનિક તાન્ઝાનિયા ટીવી ચેનલ આઈટીવીને જણાવ્યું હતું કે અંધારું હોવાના કારણે બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું છે. સવારે એક વાર ફરી બચાવ અભિયાન શરૂ કરાશે.

(5:24 pm IST)