Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જેટલેગઃ બચવા માટે વૈજ્ઞાનિક ઉકેલ શું ?

વારંવારની હવાઈ મુસાફરીથી હૃદયરોગ, ડાયાબીટીસ, કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે

વોશિંગ્ટનઃ. વિદેશ પ્રવાસ હવે બહુ ઝડપી થઈ ગયો છે પણ ઘણીવાર એકથી વધારે ટાઈમ ઝોનમાંથી પસાર થવાય ત્યારે જેટલોગ થાય છે જેના કારણે આપણે વેકેશન બરાબર રીતે માણી નથી શકતા. જેટલેગના કારણે વેકેશન બગડવા ઉપરાંત ખેલાડી, સંગીતકારો, ધંધાર્થી પુરૂષો કે મહિલાઓ પોતાનું પર્ફોર્મન્સ યોગ્ય રીતે નથી આપી શકતા.

અમેરીકન પ્રવાસન વિભાગના મતે ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે એટલે કે ૧૦૭.૭ મીલીયને પહોંચી છે જે વર્ષ ૨૦૧૬ કરતા ૩.૫ ટકા વધારે હતી. એનો મતલબ વધારે લોકો જેટલેગથી પીડીત બન્યા છે.

તમે ઉડીને બીજા દેશમાં જતા હો કે અર્ધી દુનિયાની મુસાફરી કરતા હો જેટલેગથી બચવાના રસ્તાઓ છે. જેટલેગથી બચવા માટેના નિષ્ણાંતો દ્વારા અહીં સલાહો અપાઈ છે.

જેટલેગનું વિજ્ઞાન

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નિદ્રા વિજ્ઞાનના પ્રોફેસર જેમી ઝાત્ઝેરે કહે છે કે, આપણે કયારે ઉઠવું ? ખાવું, સુવું વગેરે જણાવીને આપણા શરીરની ઘડીયાળ તરીકે સેવા આપતા અને આપણી બાયોલોજીકલ રીધમને નિયંત્રણમા રાખતા મગજના કોષો જ્યારે સમય સાથે સુમેળ નથી કરી શકતા ત્યારે જેટલેગ ઉદભવે છે.

તમારા શરીરની ઘડીયાળ વિરૂદ્ધ જ્યારે તમે શરીરને સુવા, ખાવા, ઉઠવાનું કહો છો ત્યારે મગજ અને શરીર વચ્ચે ઘર્ષણ ઉભુ થાય છે અને તે જ જેટલેગ છે એમ ઈસ્ટમેનનું કહેવુ છે.

જેટલેગના કારણે સુવાની તકલીફ, અપચો, થાક, માનસિક અને શારીરીક કામગીરીમાં ઘટાડો, રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો જેવી ઘણી બધી તકલીફો થઈ શકે છે. ૨૦૧૬માં થયેલા એક અભ્યાસના તારણ મુજબ જ્યારે તમે પૂર્વ તરફ મુસાફરી કરતા હો ત્યારે જેટલેગ વધારે ગંભીર હોય છે.

૨૦૦૯માં થયેલ એક અભ્યાસ અનુસાર જેટલેગ ત્રાસ દાયક તો છે જ પરંતુ વારંવાર મુસાફરી કરતા લોકોમાં લાંબાગાળે હૃદયરોગ, ટાઈપ ટુ ડાયાબીટીસ અને કેન્સર જેવા રોગોનું પણ જોખમ વધારે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે.

જેટલેગ કેવી રીતે વશમાં થાય ?

નવા ટાઈમ ઝોનમાં તમારી આંતરીક ઘડીયાળ રીસેટ થાય એટલે જેટલેગ દૂર થાય છે પણ ઘણીવાર એડજસ્ટ થવામાં તમારૂ શરીર ઘણો સમય લે છે. સદ્ભાગ્યે જેટલેગથી બચવાના અને તેને રોકવાના રસ્તા છે પણ તેના માટે થોડુક કામ કરવુ પડે છે.

ઝીત્ઝરનું કહેવુ છે કે, પૂર્વ તરફ મુસાફરી કરતા હોય ત્યારે સવારના પ્રકાશમાં વધારે રહેવુ અને સાંજના પ્રકાશમાં જવાનું ટાળવુ, જ્યારે પશ્ચિમ બાજુ ગયા હોઈએ ત્યારે તેનાથી ઉલ્ટુ કરવાનું જેથી જેટલેગની અસરોમાંથી બચી શકાશે.(૨-૧૫)

(2:47 pm IST)