Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગરીબીનું પ્રદર્શન કરતા ૩૮,૦૦૦ રૂપિયાના સ્નીકર્સ

ન્યુયોર્કઃ અમેરિકાની લકઝરી ફેશન-બ્રેન્ડ ગોલ્ડન ગુસની વેબસાઇટ પર ખાસ પ્રકારના સ્નીકર્સ વેચવા નીકળ્યા છે. આ સ્નીકર્સ જાણે ફાટી ગયાં હોય અન ેએને માત્ર એક ટેપથી સાંધવામાં આવ્યા હોય એવું લાગે છે. અલબત્ત, આ ટેપ નકલી છે. એકદમ ગરીબ અને મેલાઘેલા લુકવાળા આ સ્નીકર્સની કિંમત છે પ૩૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૩૭,૦૦૦ રૂપિયા. ગરીબીનું પ્રદર્શન કરતા લકઝુરિયસ સ્નીકર્સની જાહેરાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ટ્વિટરીયાઓ ફેશન-બ્રેન્ડ પર તુટી પડયા છે અને ગરીબીની આવી મજાક ઉડાડવા બદલ ચોમેરથી ટીકાનો વરસાદ થઇ રહ્યો છે.

(2:39 pm IST)