Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ચીનની ચેતવણી છતા તાઇવાનને ૬૬ એફ-૧૬ લડાકૂ વિમાનો વેંચશે અમેરિકા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનની ચેતવણી હોવા છતાં તાઇવાન ને ૬૬  એફ-૧૬ લડાકુ વિમાનો વેંચવાની મંજુરી આપી છે.

તાઇવાનએ કહ્યું કે આનાથી હવાઇ રક્ષાની ક્ષમતા વધશે અને આત્મરક્ષામાં મદદ મળશે.

તાઇવાનને પોતાનો હિસ્સો બતાવનાર ચીનના વિદેશ મંત્રાલયએ કહ્યું હતું કે અમેરિકાએ સોદો રદ નથી કર્યો તો તે પરિણામ ભોગવશે. યુએસ અને તાઇવાન વચ્ચે આ સોદો ૮ અબજ ડોલરનો છે.

(10:35 pm IST)