Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સાઉદી અરબમાં મહિલાઓને લઈને થયો એતિહાસિક સુધારો: 21 વર્ષથી વધુ વયની મહિલાઓને પાસપોર્ટ માટે નહીં લેવો પડે કોઈનો સહારો

નવી દિલ્હી: સાઉદી અરબમાં 21 વર્ષથી વધુ વયની મહિલાઓને પાસપોર્ટ મેળવવા માટે કોઈ પુરુષ સંરક્ષકની અનુમતિ લીધા વગર વિદેશ યાત્રાની પરવાનગી સંબંધિત એક એતિહાસિક સુધારાને લાગુ કરી દેવામાં આવ્યો છે આ સુધારાની ઘોષણા આ મહિનાની શરૂઆતમાંજ કરવામાં આવી હતી પરંતુ આ સુધારાને મંગલવાન્રા રોજ લાગુ કરી દેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે આ પગલાંથી પ્રતિબંધાત્મક સંરક્ષણતા પ્રણાલીને નબળી પાડવામાં આવી છે આ નિયમની હેઠળ 21 વર્ષથી વધુ વયની મહિલાઓને વિદેશની યાત્રા કરવા માટે પુરુષની પરવાનગી લેવાની હવે જરૂર નહીં રહે.

(6:17 pm IST)