Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ત્રણ વર્ષ પછી માનવ શરીરમાં ધડકશે સુવરનું હૃદય

લંડન તા. ર૧: ભારતમાં હર ૧૦ લાખ લોકોએ લગભગ ૦.૦૩ ટકા લોકોજ અંગદાન કરે છે. સ્પેનમાં આ આંક ૩૪ ટકા છે. હૃદયરોગીઓ ભારતમાં સૌથી વધુ છે તેથી ભારતને આ શોધથી મોટો ફાયદો થશે. દુનિયામાં માનવ અંગોની જેટલી માંગ છે તેટલા દાતાઓ ઉપલબ્ધ નથી, ખાસ કરીને હૃદયનાં આવા સમયમાં બ્રિટનના ડોકટર ટેરેન્સ ઇંગ્લીશનું રીસર્ચ આશા જન્માવનારૃં છે. તેમણે દાવો કર્યો છે કે ત્રણ વરસમાં માનવ શરીરમાં સુવરનું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ શકય બની શકે છે. આ વર્ષે કીડની પર પ્રયોગો કરવામાં આવશે ત્યારબાદ હાર્ટ ટ્રાન્સપ્લાનટેશન પર કામ થશે. ટેરેન્સે લગભગ ૪૦ વર્ષ પહેલા બ્રિટનનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાનટેશન કર્યું હતું. આ પહેલા ડોકટર બ્રુનો રીચર્ટે લંગુરના શરીરમાં સુવરનું દિલ બેસાડયું હતું. માણસોમાં પશુઓના અંગ લગાડવાને જેનો ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે.

ડો. ટેરેન્સ અનુસાર, સુવરના આંતરિક અંગોનો આકાર માનવીય અંગો જેવો જ હોય છે. એટલે તેમને માણસો માટે ઉપયોગી હોવાનું માનવામાં આવે છે.

એક રિસર્ચ મુજબ રપ% મૃત્યુ હૃદય રોગથી, હૃદયની ધડકન બંધ થવાથી થાય છે. ચીનમાં આ આંકડો માત્ર ૭ ટકા છે.

દર વર્ષે પ૦૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશ્વભરમાં થઇ રહેલ છે. એકલા અમેરિકામાં રપ૦ હૃદય પ્રત્યારોપણ થાય છે. ભારતમાં વર્ષે ૬૦ થી ૭૦ હજાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરત સામે માત્ર ૭૦ ઓપરેશન થાય છે.

(3:37 pm IST)