Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ઓએમજી.....કોરોનાનો ભોગ બનેલ માતાને હોસ્પિટલમાં જોવા આ પુત્રએ કર્યું આવું સાહસ

નવી દિલ્હી: કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ખૂબ મહત્વનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ બહાર નહી પરીવારમાં પણ જરુરી બની ગયું છે. પરીવાર સાથે લાગણીના સંબંધો હોવાથી સોશિયલ અંતર રાખવામાં ખૂબજ મુશ્કેલી પડતી હોય છે. ઘરમાં કોઇ વ્યકિત કોરોના પોઝિટિવ હોય ત્યારે લાગણીના સંબંધો કેવી રીતે જાગૃત થાય છે તે સમજાવતી એક સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. કોવિડ-૧૯નો ભોગ બનેલી એક પેલેસ્ટાઇનની માતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. તો સૌ જાણે છે કે કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે પેશન્ટનાકોઇ પણ સગાને હોસ્પિટલમાં પ્રવેશ મળતો નથી. સારવાર આપતા ડોકટરો અને મેડિકલ સ્ટાફ પણ ખાસ પોતાના રક્ષણ માટેની ખાસ કિટ પહેરીને પ્રવેશ કરતા હોય છે. જો કે કયારેક બધુ લાગણીઓ સમજતી નથી. કોરોનાની સારવાર લઇ રહેલી માતાને જોવા માટે પુત્ર જોખમ લઇને હોસ્પિટલની દિવાલના સહારે ચડીને સારવાર લઇ રહેલી માતાનું મોં જુએ છે. ટવીટર પર વાયરલ થયેલી માહિતીને ૫૫ હજારથી વધુ લોકોએ રિ ટવીટ્ કરી છે એટલું નહી લાખો લોકોએ પસંદ કરી છે.

(6:04 pm IST)