Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

આખી દુનિયામાં એન-95 માસ્ક બનાવનાર નિવૃત વૈજ્ઞાનિક કોરોના કાળમાં ફરીથી કામે લાગ્યા

નવી દિલ્હી: તાઈવાનનું મૂળ ધરાવતા અમેરિકી વૈજ્ઞાનિક પીટર સાઈએ સૌ પ્રથમ N-95 માસ્ક બનાવ્યું હતું અને માટે સિન્થેટિક ફેબ્રિકની શોધ કરી હતી. પીટરે કામ 1995ના વર્ષમાં કર્યું હતું અને ત્યાર બાદ લાંબો કાર્યકાળ ભોગવીને બે વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થયા હતા. જો કે વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસે ચીનથી નીકળીને અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રસરવાનું ચાલુ કર્યું ત્યારે માર્ચ મહીનામાં પીટર ફરી કામે લાગ્યા હતા.

           એક ઈન્ટરવ્યુમાં પીટરે જણાવ્યું કે, તેમને લાગ્યું કે હેલ્થ વર્કર્સની મદદ કરવી જોઈએ અને એટલે તેમણે કામ પર પાછા ફરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે N-95 માસ્ક સૌથી વધારે લોકો માટે જરૂરી ગણવામાં આવ્યું છે જે કોરોના સંક્રમિતોના સીધા સંપર્કમાં આવતા હોય. તેમાં ખાસ કરીને ડોક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. બાકી સામાન્ય લોકો માટે તો ક્લીનિકલ માસ્ક કે રૂમાલ વગેરેનો ઉપયોગ પર્યાપ્ત માનવામાં આવે છે.

(6:00 pm IST)