Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ભૂખ્યા હોય ત્યારે બદલી જાય છે વ્યક્તિનું વ્યક્તિત્વ:સંશોધન

નવી દિલ્હી: હાલના એક સંશોધન મુજબ જયારે આપ ભૂખ્યા હો છો ત્યારે આપનું વ્યક્તિત્વ બદલી જાય છે. યુનિવર્સિટી ઓફ ડનડીના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે ભૂખ આપના ફેસલલો લેવાની ક્ષમતાને બાધીત કરે છે. એથી આપ અધીર થઈ જાવ છો અને દૂરનું વિચારીને નજીકથી નજરે પડતા ફાયદાના બારામાં વિચારવા લાગે છે અને તેના અનુસંધાને નિર્ણય લઈએ છીએ. સંશોધનમાં 50 લોકો પર અભ્યાસ થયો હતો. જેમાં ભાગ લેનારાઓને ભૂખ, પૈસા અને અન્ય ફાયદાના બારામાં પુછવામાં આવ્યું હતું. જેમાં એકવાર જમ્યા પહેલા અને બીજી વાર જમ્યા બાદ સવાલો પૂછયા હતાં. પરિણામોથી ખબર પડી કે જયારે ભાગ લેનારા ભૂખ્યા હતા ત્યારે તેમણે એવા નિર્ણયો લીધા, જેમાં તેમને ઓછા સમયમાં ફાયદો મળી શકે અને તેમણે લાંબા સમય બાદ મળતા ફાયદાના બારામાં કોઈ ચિંતા નહોતી કરી. ફેસલા આવવુ, પૈસા અને અન્ય પ્રકારના લાભોના મામલે કરાયા હતા.

(5:57 pm IST)