Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

તો આ કારણોસર અમેરિકાએ ચીનની 11 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનો ઉદભવ અને દુનિયાભરના દેશોથી મહામારી અંગેની માહિતી છુપાવ્યા પછી ચીન-અમેરિકાના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે, એવામાં અમેરિકા ઉઇગર મુસ્લિમ સમુદાય પર દમનગીરીના આરોપસર ચીનની 11 કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મૂકી દીધો છે. કંપનીઓ પર ચીનના શિનજીયાંગ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના અધિકારોના હનનના મુદ્દે સંડોવણી હોવાના આરોપ છે.

          જોકે અમેરિકા દ્વારા ચીનની 11 કંપનીઓ પર વેપાર પ્રતિબંધની નીતિ ચીન પર અમેરિકાના દબાણ વધારવાના પ્રયાસના રુપે જોવામાં આવી રહી છે. બીજી તરફ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર વિસ્તારના ઉઇગર મુસ્લિમો પર દમનનીતિના આરોપો સતત લાગી રહ્યા છે.

(5:56 pm IST)