Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉન હતી જતા ચીનમાં ફરી થયું નુકશાન:વાતાવરણમાં ફરીથી જોવા મળ્યો કાર્બન ડાયોક્સાઇડ

નવી દિલ્હી: લોકડાઉનનો સૌથી મોટો ફાયદા પર્યાવરણને થયો હતો, હવામાં પ્રદૂષણના કણ ઘટી ગયા અને નદીઓના નીર ચોખ્ખા થયા હતા. માનવિય ગતિવિધી અને હસ્તક્ષેપ ઘટવાથી વાયુ પ્રદૂષણ ઘટવું એ સૌથી મોટી ઉપલબ્ધતા ગણી શકાય, એક માહિતી મુજબ પૃથ્વી પર કાર્બનના ઉત્સર્જનમાં 17 ટકાનો ઘટાડો થયો છે, ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ સૌથી પહેલા ફેલાયો હતો. અંદાજે 76 દિવસ સુધી લોકડાઉન રાખવામાં આવ્યું જેમાં પ્રદૂષણ નોંધપાત્ર ઘટયું હતું.

 

            લોકડાઉન ખુલ્યા પછી જન જીવન જેવું રસ્તા પર ધબકવા લાગ્યું કે વાયુ પ્રદૂષણ વધી રહયું છે. 18 મે ના રોજ પ્રકાશિત એક સ્ટડી મુજબ હવામાં લોકડાઉન પછી નાઇટ્રોજન, કાર્બન ડાયોકસાઇડ અને સલ્ફર ડાયોકસાઇડમાં 2.5 પીએમ વધારો જેવા મળ્યો હતો તેનું મુખ્ય કારણ ફરી ધમધમતા ઉધોગ હતા.

(6:13 pm IST)