News of Saturday, 21st April 2018

સ્વીટ્જરલેંડના કિંગે દેશનું નામ બદલી નાખતા લોકોમાં નારાજગી

નવી દિલ્હી: સાઉથ આફ્રિકી દેશ સ્વીટ્જરલેંડના રાજા મસ્વાતી તૃતીયએ દેશની આઝાદી માટે 50 વર્ષ પુરા થવા પર આયોજિત એક પ્રોગ્રામમાં પોતાના દેશનું નામ બદલીને 'ધ કિંગડમ ઓફ ઈસ્વતીની'રાખવાની ઘોષણા કરી દીધી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇસ્વતીનીનું અર્થ સ્વજિયોની ભૂમિ થાય છે.આ વિચારની જાણ લગભગ સહુને પહેલેથી હતી.તેમનો ઈરાદો 2017માં સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા અને તેને વર્ષ 2014માં સ્વિત્ઝરલેન્ડ સંસદના ઉદ્ઘાટન સમયે પણ સામે આવ્યો  હતો.

(7:27 pm IST)
  • મધ્યપ્રદેશ સરકારનાં સાગર જિલ્લાનાં ભાજપ સાંસદ લક્ષ્મી નારાયણ યાદવને જ્યારે જળ સંકટ અંગે સવાલ પુછવામાં આવ્યો તો, જાણે લોકોની મજાક ઉડાવતા હોય તેમ જવાબ દેતા કહ્યું હતું કે " જેઓ વર્ષોથી પાણીની રાહ જોઇ રહ્યા છે તેઓ શું થોડા વધારે મહિનાઓ પાણીની રાહ જોઇ શકે તેમ નથી? એમાં લોકો પર કઇ મોટી મુસીબત આવી પડે છે?" access_time 11:40 pm IST

  • રશિયા અને ચીન તરફથી વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને હવે અમેરિકા પણ ઘાતક હાઈપરસોનિક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે. આ માટે અમેરિકા અધધ 100 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે. અમેરિકાની વાયુસેનાએ આ બાબતની જાહેરાત કરી છે. access_time 2:20 am IST

  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST