Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વેસ્ટર્ન ડ્રેસ સાથે પહેરો પારંપારીક જ્વેલરી

વેસ્ટર્ન ડ્રેસ સાથે પારંપારીક જ્વેલરી પહેરવાનું ચલણ : શ્રેષ્ઠ સંયોજન દ્વારા મેળવો ફંકી લુક

વેસ્ટર્ન કપડા સાથે પારંપારીક આભુષણોને પહેરવાનું ચલણ આજકાલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેનાથી ફંકી લુક પણ આવે છે અને ફેશન પરીદૃશ્યમાં તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. યોગ્ય ફયુઝન લુક અપનાવી સ્માર્ટ દેખાવાની કોશિશ કરો.

૧. વિભિન્ન રંગના ભારતીય રત્ન સફેદ ડ્રેસ સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ શ્રેષ્ઠ સંયોજન તમારી સુંદરતા વધારશે.

૨. મોતી જડીત અને સોનાના લાંબા લેયરવાળા હાર લાંબા બ્લેક ડ્રેસ સાથે પહેરો. તેનાથી શાહી લુક મળશે.

૩. વેસ્ટર્ન (પશ્ચિમ શૈલીવાળા કપડા) કપડા સાથે નાના જુમખા અથવા કાનના નાના લટકણ  ખૂબ જ સુંદર લાગે છે.

૪. શોર્ટ જીન્સ અથવા રિપ્ડ જીન્સ સાથે પાતળી પાયલ પહેરો. આ સંયોજન સુંદર દેખાવની સાથે છોકરીઓને કુલ લુક પણ આપે છે.

૫. ટ્રેડીશનલ ચોકરને વેસ્ટર્ન કપડા સાથે પહેરો. ખાસ કરીને હિરાજડીત  ચોકરને ડીપ નેક અથવા ઓફ સોલ્ડર કાળા રંગના ડ્રેસ સાથે પહેરો. તમે ખૂબ જ સુંદર અને અન્ય કરતા અલગ દેખાશો.

૬. નોઝ પીન આજકાલ ખૂબ જ લોકપ્રિય બની છે. વેસ્ટર્ન કપડા સાથે આ એક અલગ સંયોજન છે. પાતળા કે એન્ટીક ડિઝાઈનવાળા નોઝ પીનને જીન્સ અથવા કેઝુઅલ ટી-શર્ટ સાથે પહેરવું ઉત્તમ રહેશે.

 

(2:55 pm IST)