Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ઉત્તર કોરિયાએ જાપાન સાગરમાં બે મિસાઈલ છોડી

નવી દિલ્હી:ઉત્તર કોરિયાએ શનિવારના રોજ પ્યોંગન પ્રાંતની દુરી પર બે બૈલિસ્ટિક મિસાઈલને જાપાન સાગરમાં છોડી હોવાનું માલુમ  રહ્યું છે.

દક્ષિણ કોરિયાઈ સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ  નોર્થ પ્યોંગન પ્રાંતથી જાપાન સાગરમાં દુરી પર  બે બૈલિસ્ટિક મિસાઈલ છોડી હતી.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ કોરિયાએ જવોઇટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે તેમજ ઉત્તર કોરિયા વધારે મિસાઈલ છોડશે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

(6:40 pm IST)