Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

પાકિસ્તાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 7 કર્મચારીના મૃત્યુ:3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:પાકિસ્તાનના કવેટામાં લગભગ 60 કિલોમીટરની દુરી પર દીગરી કોલસાની એક ખાણમાં ગેસ વિસ્ફોટ થતા ઓછામાં સાત કર્મચારીના મૃત્યુ નિપજ્યા છે તેમજ ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે.

                 એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શક્તિશાળી વિસ્ફોટ સમયે થયો હતો જયારે એક ડઝનથી વધારે સૈનિકો એક કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે સમયે વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ દરમ્યાન  સાત કર્મચારીઓને જીવ ગુમાવવાની નોબત આવી હતી તેનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

(6:39 pm IST)