Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

અનોખો રિવાજ

લગ્ન પછી ૩ દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ!

જાકાર્તા, તા.૨૧: લગ્નમાં દરેક જગ્યાએ અલગ અલગ રીત-રિવાજો હોય છે, જેનું મનકમને પણ પાલન કરવું પડતું હોય છે. દરેક ધર્મના લોકો પોત-પોતાના નિયમો મુજબ તેનું આયોજન કરે છે, જેની સાથે તેનું પાલન કરતા હોય છે. જો કે, અમુક રિવાજોને લઈ લોકોમાં અંધવિશ્વાસ પણ હોય છે, કે જો આ રિવાજનું પાલન ન કર્યું તો, નવવિવાહીત દંપતિનું જીવન મુશ્કેલમાં મુકાઈ જશે. જયારે અમુક દેશના કાયદા તો એવા છે કે, તેને જોઈ આપણને પણ નવાઈ લાગે. આવો જ એક રિવાજ ઈંડોનેશિયામાં છે, જયાં વરરાજા અને નવવધૂને લગ્ન કર્યા બાદ ત્રણ દિવસ સુધી શૌચાલયમાં જવાનું હોતું નથી, કહો કે, તેને બળજબરીપૂર્વક શૌચાલયમાં જવા દેવાતા નથી.

બની શકે કે, આ રિવાજને સાંભળી તમને અજીબ લાગે, પણ ઈંડોનેશિયામાં લોકો આ રિવાજને એકદમ સખ્તાઈ સાથે નિભાવી રહ્યા છે. આ રિવાજ ઈંડોનેશિયાના ટ્વોંગ સમુદાયમાં દ્યણી પ્રચલિત છે. આ રિવાજ મુજબ વર અને વધૂને લગ્નના ત્રણ દિવસ બાદ એકબીજાને શૌચાલયમાં જવા દેતા નથી. આ સંસ્કારને તોડવું તેમની સભ્યતા વિરુદ્ઘ અપમાન મનાઈ છે.ટોંડ સમુદાયના લોકો માને છે કે, લગ્ન એક પવિત્ર બંધન છે. શૌચાલયમાં જવાથી લગ્નની પવિત્રતા ખતમ થઈ જાય છે, જેથી વર અને વધૂ અપવિત્ર થાય છે. તેઓ એવું પણ માને છે કે, એક જ શૌચાલય કેટલાય લોકો વાપરતા હોવાથી તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. ત્યારે આવા સમયે જો નવવિવાહીત દંપતિ પણ આ શૌચાલયનો ઉપયોગ કરે છે, તો તેમનામાં પણ નકારાત્મકતા આવી જાય છે, આગળ જતાં આ સંબંધ તૂટી જાય છે.

એટલું જ નહીં આના કારણે નવવિવાહીત દંપતિના જીવને પણ જોખમ આવે છે. તેથી નવવિવાહીત આ દંપતિઓ પર ખાવા-પિવાનો પણ પ્રતિબંધ લગાવે છે. એટલા માટે તેમને ત્રણ દિવસ સુધી જમવાનું પણ જોઈ વિચારીને આપવામાં આવે છે, સાથે પીવા માટે પણ થોડુક જ પાણી અપાઈ છે, જેથી તેઓ આ પ્રકારના સંસ્કારમાં બાધિત રહી શકે છે.

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં.

(11:39 am IST)