Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વિશ્વની પ્રથમ મહિલા રોબોટ ન્યુઝ એન્કર ર૪ કલાક સમાચાર વાંચી શકે છે : દાવો

ચીને વિશ્વ સમક્ષ પહેલી મહિલા આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સને રજૂ કરી

બેઈજીંગ, તા. ૨૧ : ચીને વિશ્વની પહેલી મહિલા આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ન્યુઝ એન્કર વિશ્વ સમક્ષ રજૂ કરી છે. જેમાં આ મહિલા રોબોટ ન્યુઝ એન્કર ૨૪ કલાક સમાચાર વાંચી શકે છે તેવો દાવો કરવામા આવ્યો છે. આ અગાઉ પણ ચીને જ ત્રણ માસ પહેલાં નવેમ્બર ૨૦૧૮માં પહેલા પુરૂષ એઆઈ ન્યુુઝ એન્કર કવી હાઓને ચીનની વાર્ષિક વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફરન્સ દરમિયાન રજૂ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક વર્ષોથી ચીન એઆઈ રિર્પોટર અને જર્નાલિસ્ટને વિકસાવવાની દિશામાં કામ કરી રહયુ છે.

૨૦૧૨માં પણ ચીનની સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીએ જિયા જિયા નામની એક મહિલા રોબોટને વિકસાવવાનું કામ શરૂ કર્યુ હતુ. અને તે ૨૦૧૭માં આ રોબોટને વિશ્વ સમક્ષ રજૂ કરવામા આવી હતી.ત્યારે તેણે એઆઈના નિષ્ણાંત અને વાયર્ડના સહ સંસ્થાપક કેવિન કેલીને સવાલ કર્યા હતા. અને તે વાતચીતને લઈને એક વીડિયો બનાવી તેને રિલીઝ કરવામા આવ્યો હતો. આ અંગે એવુ જણાવવામા આવે છે કે નવેમ્બર ૨૦૧૮માં એઆઈના કર્મચારીઓને લેન્ચ કર્યા બાદ રોબોટે ૩૪૦૦ રિર્પોટ ફાઈલ કર્યા છે. આ અંગેના દાવામા વધુમાં જણાવવામા આવ્યુ છે કે આ એઆઈ એન્ક માનવીઓ કરતા કેટલીક બાબતોમાં વધુ કાર્યશીલ છે. અને તે  સતત ૨૪ કલાક સમાચાર વાંચી શકે છે. અને તેના કારણે પ્રોડકશનનો ખર્ચ ઓછો આવશે. આ મહિલા રોબોટ ન્યુઝ એન્કરનો ચહેરો  અને હાવભાવ બિલકુલ સામાન્ય માનવી જેવો જ હોવાનો પણ દાવો કરવામા આવ્યો છે.ત્યારે આગામી  સમયમાં હવે ચીન આ મહિલા  રોબોટ પાસેથી કેવી રીેતે કામ લે છે  તે પણ જોવાનુ રહ્યુ. આ મહિલા રોબોટ ન્યુઝ એન્કર સતત ૨૪  કલાક સમાચાર વાંચી શકે છે તેવો  દાવો  કરવામા આવતા વિશ્વના અન્ય દેશો પણ આ દિશામાં વધુ પ્રયાસો કરી તેમના દેશમાં પણ આવી  સુવિધા ઉભી થઈ શકે તે દિશામાં પ્રયાસ કરે તેવી શક્યતા છે.

(5:51 pm IST)