Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

બ્રિટનમાં આ તારીખથી પૂર્ણ થશે વર્ક ફ્રોમ હોમ:માસ્કથી મળશે છુટકારો

નવી દિલ્હી: અનેક દેશો હવે કોરોના વાઈરસ સાથે જીવનના મંત્રને અપનાવી રહ્યા છે. એટલે કે હવે અોપન અપની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સંક્રમણ મામલે દુનિયામાં ચોથા ક્રમે બ્રિટને ગુરુવારથી વર્ક ફ્રોમ હોમનો અંત લાવી દીધો છે. બ્રિટનમાં બુધવારે કોરોનાના 1,08,069 નવા કેસ નોંધાયા હતા. બ્રિટનના પીએમ જોનસને કહ્યું કે 72 ટકા વસતીને બંને ડૉઝ, જોકે 55 ટકાને બૂસ્ટર ડૉઝ આપી દેવાયો છે. એવામાં બ્રિટનની 95 ટકા વસતીને સંક્રમણ અથવા વેક્સિનથી સંક્રમણ પ્રત્યે એન્ટીબોડીની સુરક્ષા મળી ચૂકી છે. બ્રિટનમાં ગુરુવારથી જ સ્કૂલોમાં માસ્ક ફરજિયાત નહીં રહે. સરકારે પ્રતિબંધો હટાવવાનું શિડ્યુલ પણ જારી કરી દીધું છે. તે હેઠળ 27 જાન્યુઆરીથી આઉટડોરમાં માસ્ક ફરજિયાત નહીં હોય. 27થી જ કોવિડ પાસ અને કેર હોમ(હોસ્પિટલ)માં વિઝિટ પણ ખોલી દેવાઈ છે. એટલે કે હવે દાખલ દર્દીઓને જોવા માટે જઈ શકાશે. વેક્સિનના બંને ડૉઝ લઈ ચૂકેલા લોકોને બ્રિટન પાછા આવતા નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી નહીં હોય.સાથે જ 24 માર્ચથી સેલ્ફ આઈસોલેશનની અનિવાર્યતાનો પણ અંત લાવી દેવાશે. બ્રિટનમાં હાલમાં કોરોના સંક્રમિત સેલ્ફ આઈસોલેશનની મુદ્દતને 7 દિવસથી ઘટાડી 5 દિવસ કરી દેવાઇ છે.

(6:11 pm IST)