Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રશિયા: તોમસ્ક વિસ્તારના પ્રીચુલિમ્સકી ગામમાં લાકડાના મકાનમાં આગ ભભૂકતા ઓછામાં ઓછા નવ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: રશિયાના તોમસ્ક વિસ્તારના પ્રીચુલિમ્સકી ગામમાં એક લાકડાના બનેલ મકાનમાં આગ ભભૂકવાની ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો મોતને ભેટ્યા છે. મંત્રાલયના ક્ષેત્રીય વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પહેલા પણ આગની ઝપેટમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા પરંતુ તે પછી મ્રુતકઆંક વધી ગયો છે સ્થાનિક સમયાનુસાર 10 વાગ્યાને 10 મિનિટની આસપાસ નવ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું નથી.

(6:14 pm IST)