Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સવારમાં ઉઠીને ખાલી પેટે દ્રાક્ષ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

દ્રાક્ષમાં અનેક એવા ખાસ ગુણ રહેલા છે જે જાણીને તમ રોજ દ્રાક્ષ ખાવાની શરૂ કરી દેશો. જાણકારોનું કહેવું છે કે સૂકી દ્રાક્ષને પલાળીને ખાવાથી વધારે ગુણ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્રેશિયમ અને ફાઈબર હોય છે. તેમાં નેચરલ શુગર પણ હોય છે.

હાર્ટ એટેક

હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીમઓમાં પણ દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે. દ્રાક્ષ એ હાર્ટ એટેકના દર્દી માટે એસપ્રિનની ગોળી જેવું કામ કરે છે. હાર્ટ એટેકના દર્દીને કાળી દ્રાક્ષનો રસ પીવડાવવામાં આવે તો હૃદય રોગ જેવી બીમારીથી છૂટકારો મળે છે.

માઈગ્રેઈનનો દુખાવો

માઈગ્રેઈન એક એવી બિમારી છે જેમા માથાનો અડધો ભાગ દુખાવા લાગે છે. દ્રાક્ષનું જ્યસૂ માઈગ્રેઈનનો  દુખાવો દૂર કરવામાં મદદરૂપ છે. તે સિવાય માઈગ્રેઈનના દુઃખાવો દ્રાક્ષનું સેવન કરવાથી રાહત મળે છે.

કેન્સર

દ્રાક્ષમાં પોલી-ફેનલિક ફાઈટોકેમિકલ રહેલા હોય છે. જે શરીરને ન ફકત કેન્સર પરંતુ કોરેનરી હાર્ટ ડિજીજ, નર્વ ડિજીજ, અલ્જાઈમર અને ફૂગ ઈન્ફેકશનથી લડવાની શકિત પ્રદાન કરે છે.

એનીમિયા

જ્યારે શરીરમાં લોહીની ઉણપ થાય તો તેને એનીમિયા કહે છે. એનીમિયાની બિમારીને જળમૂળથી દૂર કરે છે. જેના માટે દ્રાક્ષ સૌથી સારો ઉપયોગ છે. રોજ ખાલી પેટે દ્રાક્ષનું સેવન કરવાથી ઘણો ફાયદો મળશે.

(9:45 am IST)