Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નેલ પોલીશ રીમુવર ખત્મ થઈ જાય તો ચિંતા ન કરો, આ ટ્રીક થી રીમુવ કરો નેલ પોલીશ

હાથોને સુંદર રાખવા માટે મહિલાઓ ઘણીવાર સમય-સમયે મેનીકયોર નો સહારો લેતા હોય છે. મેનીકયોર કર્યાના થોડા દિવસ પછી હાથો થી નેલ પોલીશ ઉડવા લાગે છે જેનાથી હાથો ની પર્સનાલીટી પણ ફીકી પડી જાય છે. કયારેક અચાનક બહાર જવાનું થયું અને નેલ પોલીશ બદલવા માટે રીમુવર પતી જાય તો ચિંતા વધુ થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને નેલપોલીશ રીમુવ કરવા માટે અલગ-અલગ ટ્રીક જણાવશું

ગરમ પાણી

નેલપોલીશ નીકળવા માટે એક વાસણમાં ગરમ પાણી લો અને તમારા નખ ને ગરમ પાણીમાં ૧૦ મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર બાદ કોટન થી સાફ કરી લો. આમ કરવાથી કેમિકલ ફ્રી રીતે નેલપોલીશ નીકળી જશે.

ડિયોડ્રેન્ટ

નેલપોલીશ લાગેલા નખ પર થોડું ડિયો છાંટી તરત કોટન થી લુછી લો. ડિયો માં નેલ પેન્ટ રીમુવર જેવા કોમ્પોનેન્ટ હોય છે જેના કારણે તે આરામથી પોલીશ નીકળી શકે છે.

હેન્ડ સેનીટાઈઝર

હાથ સાફ કરવા ઉપરાંત, તમે નેલપોલીશ દૂર કરવા માટે હેન્ડ સેનીટાઝરનો પણ ઉપયોગ કરી શકો છો. કોટનમાં થોડું સેનીટાઝર લગાડી નખમાં સાફ કરશો તો નેલ પેન્ટ રીમુવર  થઈ જશે.

વિનેગર અને લીબું

પહેલા લીબું અને વિનેગર બન્ને મિકસ કરો. હવે નવસેકા પાણીમાં નખને  મિનિટ સુધી રાખો. હવે વિનેગર અને લીબુંના મિકસરમાં કોટન ડુબાડી ૧૦ સેકન્ડ માએ નખ પર રગડો. આ કરવાથી પણ નેલપોલીશ નીકળી જશે.

(9:44 am IST)