Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર-ભાગાકારના દાખલા ગણીને દસ વર્ષના કિશારે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

લંડન,તા.૨૯ : ઇંગ્લેન્ડમાં ૧૦ વર્ષના પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થએ એક મિનિટમાં ગુણાકાર અને ભાગાકારના દાખલાઓનો ઉકેલ શોધીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઇંગ્લેન્ડના લોન્ગ ઇટનની લોન્ગમૂર પ્રાથમિક શાળાના ૧૦ વર્ષના વિદ્યાર્થી નદુબ ગિલે કોવિડ- ૧૯ લોકડાઉનનો કેટલોક સમય ટાઇમ્સ ટેબલ રોકસ્ટાર્સ એપ્લિકેશન પર ગણિતની પ્રેકિટસ કરવા માટે વિતાવ્યો અને પછી ગિનેસ વર્લ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. નદુબે એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેમાં સરેરાશ એક સેકન્ડમાં ત્રણ કરતાં વધુ જવાબ મળ્યા. આ નવા વિશ્વ રેકોર્ડ માટે અન્ય ૭૦૦ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

(2:54 pm IST)