Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મેરથોન દોડી, હવે૧૦૦ મેરથોનનો છે ટાર્ગેટ

ન્યુયોર્ક,તા.૨૯ : અમેરિકાના ન્યુ ઇંગ્લેન્ડ પ્રાંતના વર્મોન્ટ સ્ટેટના બેનિંગ્ટનની રહેવાસી એથ્લિટ મેરથોનમાં દોડવા ઈટલી પહોંચી હતી, પરંતુ રોગચાળાના લોકડાઉનમાં એ   રદ થતાં એ ઘરમાં ટ્રેડમિલ પર ૮૭ દિવસમાં ૮૭ મેરથોન દોડી હતી. ગયા ગુરૂવારે ટ્રેડમિલ પર ૮૭ મેરથોન એ એલ્લિટ દોડી ચૂકી હતી. એલિસા કલાર્ક નામની એથ્લિટ સમર મેરથોનમાં દોડવા માટે ગયા માર્ચ મહિનામાં ઇટલી ગઈ હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે મેરથોન રદ કરવામાં આવી હતી. ત્યાર પછી એલિસાએ ટ્રેડમિલ પર રોજ એક મેરોનના અંતર જેટલું દોડવાનું નક્કી કયું. અત્યાર સુધીમાં એ રીતે ૮૭ મેરથોન દોડ્યા પછી બહાર દોડવા પર નિયંત્રણો ન હટાવાય ત્યાં સુધીમાં એ ૧૦૦ મેરથોન પૂરી કરવાની ઇચ્છા રાખે છે. એલિસાએ ગઈ ૩૦ મેએ ૬૧ મેરથોન દોડીને સતત રોજ એક મેરથોન દોડવાનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. સત્તાવાર રીતે એને એ વિક્રમનું  પ્રમાણપત્ર આપવામાં આવશે કે નહીં એ સ્પષ્ટ થયું નથી.

(2:55 pm IST)