Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જાપાનમાં આવી કાળઝાળ ગરમીમાં બજારમાં આવ્યા કોલ્ડ માસ્ક

નવી દિલ્હી: કોરોના વાયરસની રોગચાળો દુનિયાભરમાં ફેલાયો છે ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. જોકે, વધતી ગરમી વચ્ચે માસ્ક પહેરવું મુશ્કેલ છે. જેને ધ્યાનમાં રાખીને જાપાનમાં ખાસ પ્રકારના માસ્ક બજારમાં આવી રહ્યા છે. જેને આઈસી માસ્ક રહેવામાં આવે છે. આ માસ્ક ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે. જાપાનમાં આ માસ્ક ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. આ માસ્ક એવા કપડાતી બને છે જે ઠંડા હોય છે. આ માસ્કને પહેરીને ગરમી લાગતી નથી.

જાપાનમાં આ માસ્ક અનેક ઠેકાણે વેન્ડિંગ મશીન થકી વેચવામાં આવે છે. આ માસ્ક કોરોના સામે બચવા માટે ઉપયોગી છે. અને ગરમીથી પણ બચાવે છે. આ માસ્કથી ગરમીમાં અંદર શ્વાસ લેવા જેવી તકલિફ નથી પડતી.

(6:30 pm IST)