Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

Summer Seasonમાં અપનાવો આ ફેશન ટિપ્સ,સ્ટાઈલિશ દેખાવાની સાથે રહેશો કમ્ફર્ટેબલ

*. વાતાવરણ બદલવાની સાથે જ ફેશન પણ બદલી જાય છે. જેમ કે ઉનાળો આવે એટલે લાઈટ રંગ, કોટન, ખુલ્લા કપડાની ફેશન શરૂ થઈ જાય છે. ઉનાળામાં લેડીઝ હોય કે જેન્સ તેઓ એવા કપડા પહેરવાનું પસંદ કરે છે જેમાં ગરમી પણ ન થાય અને તેઓ ફેશનેબલ પણ દેખાય. ઉનાળામાં કેવા આઉટકીટ પહેરવા તે પણ જાણી લો.

*. ઉનાળાની ગરમીમાં પણ કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે લૂઝ જીન્સ પહેરવા જલઈએ. આ પ્રકારના જીન્સ પહેરવાથી હરવા ફરવામાં પણ અનુ કૂળતા રહે અને તમે મિત્રો વચ્ચે ફેશનેબલ પણ દેખાવ. લૂઝ જીન્સ સાથે ટાઈટ ટોપ પહેરવું જેથી તમને લોકો નોટિસ પણ કરે.

*.  જો તમે કુર્તા પહેરતા હોય તો લૂઝ કુર્તા પસંદ કરવા આજકાલ તેની પણ ફેશન છે તો તમે લૂઝ કયૂલોટ્સ પણ પહેરી શકો છો. ફોર્મલ લુક માટે લૂઝ ડેનિમ અને લોન્ગ શર્ટ પહેરો. આ પોષાક સાથે ખુલ્લા વાળ અને રેડ લિપસ્ટિક લગાવો.

*. જો તમે શોર્ટ ડ્રેસની પસંદગી કરો તો તેની સાથે વાઈટ ફૂટવેર ટ્રાય કરવા. તેનાથી  તમારો લુક તો બેસ્ટ લાગશે જ પરંતુ તમને કર્મ્ફેબલ પણ રહેશે.

(9:35 am IST)