Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જાપાનીઓના વયોવૃદ્ધ થવાનું રાઝ ખોલે છે આ શખ્સ

નવી દિલ્હી: જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ કાયમ હસતા રહેવામાં અને સ્મિત કરવામાં વિશ્વાસ રાખે છે. પહેલાં વિશ્વના સૌથી મોટી ઉંમરનો પુરુષ (112) પણ જાપાનમાં હતો, જેનું પાછલા મહિને નિધન થયું હતું. વળી, સૌથી વધુ ઉંમરની જીવિત મહિલાનો એવોર્ડ પણ જાપાનની પાસે છે. કાને તનાકા 117 વર્ષની છે.

                          ભારતમાં જેમ યોગ મશહૂર છે, એમ જાપાનમાં ખાસ પ્રકારની કસરત રાજીયો તાઇસો પ્રચલિત છે, જે સવારે ઊઠીને તેઓ કરે છે. અહીં લોકો કલાકો સુધી ખુરશીમાં બેઠા નથી રહેતા. મશીન બનાવવાના મામલે ભલે જાપાને કેટલાય દેશોને પાછળ છોડ્યા હોય, પણ ખુદને મશીનની આદત કે લત નથી લગાવી. તેઓ પગપાળા ચાલવા પર ભાર આપે છે અને લક્ઝરી કારોને બદલે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધુ કરે છે.

(6:34 pm IST)