Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

આ બાળકીના ચહેરા પર જન્મથી જ બેટમેનના માસ્ક જેવું લાખું છે

ન્યુયોર્ક,તા.૨:અમેરિકાના ફ્લોરિડામાં રહેતી કેરોલ ફેનર નામની મહિલાની લુના નામની દીકરી આમ બીજી બધી રીતે સ્વસ્થ છે, પરંતુ તેના ચહેરા પર એવું મસમોટું લાખું છે કે એનો આખો ચહેરો એમાં ઢંકાઈ જાય છે. જન્મજાત મેલાનોસાઇટિક નેવસ નામનો ત્વચાનો રોગ ધરાવતી લુનાના ચહેરા પરનું લાખું બેટમેનના માસ્ક જેવું છે. આમ તો તેના પેરન્ટ્સ દીકરીના ચહેરા પર જેવો બ્લેક માસ્ક છે એવો માસ્ક પહેરીને તેને નોર્મલ ફીલ કરાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જો મેડિકલી આ સ્કિન-કન્ડિશનનો કોઈ ઈલાજ થાય તો એ માટે પણ ડેસ્પરેટ છે.

કેરોલ ફેનરે વિશ્વના લગભગ અડધા કરતાં વધુ દેશોની મુલાકાત કર્યા બાદ રશિયાના ડોકટર પાવેલ પોપોવ પાસે ઇલાજ કરાવ્યો હતો. આ સારવાર પછી લુનાના કપાળ પરનો કાળો ડાદ્ય આંશિક રીતે દૂર થયો હતો.

અમેરિકાથી રશિયા ઇલાજ કરાવવા આવવા બદલ કેરોલ ફેનરની દ્યણી હાંસી પણ ઊડી હતી, પરંતુ દીકરી માટે તે મક્કમ હતી. રશિયામાં સારવાર શરૂ કર્યા પછી દીકરીના ચહેરા પરનો ડાદ્ય દૂર થવા લાગતાં હવે કેરોલ ફેનરમાં આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે અમેરિકામાં કરાવેલી સર્જરી પછી તેના લુનાના ચહેરા પર દ્યણા ડાદ્ય રહી ગયા હતા. રશિયાના ડોકટરનું કહેવું છે કે ડાદ્ય દૂર કરવામાં સહેજેય એકાદ વર્ષનો સમયગાળો નીકળી જશે. હાલમાં કેરોલ ફેનર ક્રિસમસ મનાવવા અમેરિકા જઈ રહી છે અને જાન્યુઆરીમાં ફરીથી લુનાની સર્જરી શરૂ કરવામાં આવશે. દીકરીની સારવાર માટે પૈસા એકત્ર કરવા માટે તેણે ઓનલાઇન ટહેલ નાખી છે.

(3:22 pm IST)