Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જવેલરી-ચોરના સગડ આપનારને ૩.૯૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું, તો દાગીનાની કિંમત કેટલી હશે?

બર્લિન,તા.૨:જર્મન પોલીસે ડ્રેસ્ડેન સ્થિત સરકારી મ્યુઝિયમમાંથી અમૂલ્ય જવેલરીની લૂંટનો કેસ ઉકેલવામાં મદદ કરનારને ૫,૦૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૩,૯૫,૨૯,૮૧૬ રૂપિયા ઇનામરૂપે આપવાની જાહેરાત કરી હતી. બોલો, જયારે દાગીના શોધવા બદલ આટલા રૂપિયાનું ઇનામ આપવાની વાત થઈ છે તો હકીકતમાં એ દાગીનાની કિમત કેટલી હશે? વાત એમ છે કે ગયા સોમવારે ડ્રેસ્ડેનના રોયલ પેલેસના ગ્રીન વોલ્ટ મ્યુઝિયમના કેટલાક ભાગોમાં ઇલેકિટ્રસિટી કાપીને બારીમાંથી દ્યૂસી આવેલા લૂંટારાઓ ૧૮મી સદીના જર્મનીના શાસક રાજા ઓગસ્ટ ધ સ્ટ્રોન્ગના વખતના અણમોલ હીરા-ઝવેરાત લઈને રફુચક્કર થઈ ગયા હતા. એ લૂંટારાઓને પકડવા અને ચોરાયેલા હીરા-ઝવેરાતને પાછું મેળવવામાં મદદરૂપ થઈ શકે એવી મહત્ત્વની માહિતી આપનારને ૫.૫૦ લાખ યુરોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ચોરાયેલા ખજાનામાં ૪૯ કેરેટના ભવ્ય હીરા ડ્રેસ્ડેન વાઇટ તેમ જ સેંકડો ઝીણા હીરા જડ્યા હોય એવા દાગીનાનો પણ સમાવેશ હતો. આ કેસમાં પોલીસ ચાર શંકાસ્પદોને શોધે છે. તેમને શોધવા માટે પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજ પણ પ્રસારિત કર્યાં છે. ફુટેજમાં એક આરોપી કુહાડી વડે મ્યુઝિયમનું એક ડિસ્પ્લે કેસ તોડતો દેખાય છે.

(3:21 pm IST)