Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

ધસમસતી નદી પરથી જવા માગતા હતા બાઈક સવાર સૈનિક, ત્યારે જ ધસી પડ્યો પુલ અને પછી...

કોલંબિયા: પૂર આવવાના સમયે કેટલાક લોકો જલદી-જલદી પુલ પાર કરવાના ચક્કરમાં ઘણીવાર દુર્ઘટનાનો શિકાર બની જાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક રુંવાડા ઊભા કરી દેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બાઈક સવાર બે સૈનિક જે સમયે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ પાણીનો વહેણ ફાસ્ટ થઈ જાય છે. બાઈક સવાર સૈનિક પુલ પાર કરવા જ જઈ રહ્યા હતા, ત્યાં પુલ ધસી જાય છે અને બંને પાણીમાં વહી જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી બંને સૈનિકોનો કોઈ પત્તો-પુરાવો મળી શક્યો નથી.

ઘટના કોલંબિયાની છે. આ બંને જવાન કિનક ડૈલી અને સોક વૈંડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને સૈનિક કોલંબિયાના ફર્સ્ટ ઈન્ફૈંટ્રી ડિવીઝનમાં ફરજ બજાવતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, તે બંને થામર કેવ ગામમાં આવેલી નદી પર બનાવવામાં આવેલા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક નદીનું વહેણ ખૂબ જ ઝડપી બની જાય છે.

પુલને જોતા લાગી રહ્યું છે કે, તે માત્ર માટીથી બનેલો પુલ હતો, જેને લાકડાના સહારે બાંધવામાં આવ્યો હતો. આ બંને જવાન જેવા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં જ માટીનો પુલ ધસી પડ્યો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જવાન અડધા કરતા વધારે પુલ પાર કરી ચુક્યા હતા, ત્યાં જ પુલ ધસવાને કારણે તેઓ પાણીમાં સમાઈ જાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તે બંને હજુ પણ મિસિંગ છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને સૈનિકોની શોધખોળને ઝડપી બનાવવામાં આવી છે, પરંતુ નદીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

(12:50 pm IST)