Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અફઘાનિસ્તાનમાં યુએસ સેનાથી લડનાર પાકિસ્તાની ધર્મગુરૃનું મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં વર્ષ 2001માં અમેરિકાના નેતૃત્વમાં હુમલા પછી આંતરરાષ્ટ્રીય બળો સાથે લડવા માટે પાડોશી દેશ ગયેલ પાકિસ્તાનના કટ્ટરપંથી ધર્મગુરુ મોલાના સૂફી મહોમ્મ્દનું નિધન થયું છે 94 વર્ષની વયે તેમનું મૃત્યુ પાકિસ્તાનના પેશાવરમાં બુધવારના રોજ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે અને તે દિવસે તેમને દફનાવવામાં આવ્યા હતા પાકિસ્તાનને  2009માં અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને  ઘણા આરોપોમાં તેને સજા આપવામાં પણ આવી હતી. સ્વાસ્થ્ય કારણોસર તેમને ગયા વર્ષે છુટા કરી દેવામાં આવ્યા હતા.

(6:41 pm IST)