Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ફિટનેસ ટ્રેનર બની કંઈક અલગ ક્ષેત્રમાં કરો કારકીર્દીનું ઘડતર

પહેલાના જમાના કરતા આજે આપણે ત્યાં સાક્ષરતા દર વધ્યો છે. લોકો શિક્ષણ મેળવવા માટે જાગૃત થયા છે. બધા માતા-પિતા પોતાના બાળકને ઉચ્ચ રિક્ષણ અપાવી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છે છે. આજે મોટા ભાગના લોકો ડૉકટર, એન્જીનીયર, વકિલ, શિક્ષક વગેરે ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ સિવાય પણ ઘણા ક્ષેત્ર છે જ્યાંથી તમે તમારી કારકીર્દી બનાવી ભવિષ્ય ઉજળુ કરી શકો છો.

આજના સમયમાં બધા પોતાની ફિટનેસને લઈ જાગૃત થઈ ગયા છે. પોતાને ફીટ રાખવા માટે લોકો વ્યાયામને પણ મહત્વ આપે છે. ફિટનેસ ગોલ્સને પૂરા કરવામાં જેની સૌથી વધુ પકડ હોય છે, તે ફિટનેસ ટ્રેનર. જેના દ્વારા આ ક્ષેત્રમાં કારકીર્દી ઘટવાની નવી સંભાવનાઓના દ્વારા ખુલે છે. તો જાણી આ ફીલ્ડમાં કેરીયર બનાવવા માટે શું જરૂરી છે.

એક ફીટનેસ ટ્રેનર કસરત કરાવવાની સાથે પોતાના કલાઈટને હંમેશા મોટીવેટ પણ કરે છે. જેથી વ્યકિત પોતાને ફિટ રાખવા માટે આગળ પગલા માંડતો રહે. એક ફિટનેસ ટ્રેનર માટે સૌથી જરૂરી હોય છે કે કલાઈન્ટ તેની બધી સર્વિસથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય. અને આ વસ્તુ ત્યારે જ શકય બને છે જ્યારે તમને તમારા કામની નાનામાં નાની વાત વિશે સંપૂર્ણ જાણકારી હોય.

એક સારા ફિટનેસ ટ્રેનર તે જ બની શકે છે, જેનામાં સારી કોમ્યુનિનેશન સ્કિલ (વાતચીત કરવાની કળા) અને ધૈર્ય હોય. સૌથી પહેલા તેને પોતાની ફિટનેસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવુ જોઈએ. જ્યારે તમને બધા પ્રકારની કસરત, ફિટનેસ ટુલ્સ, ડાયટ અને માણસના શરીરના પ્રકાર વિશે આવશ્યક જાણકારી હોવી જોઈએ.

આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમે ફિટનેસ સંબંધીત કોર્સ કરી શકો છો. આ કોર્સના સમય બે-ત્રણ મહિનાથી લઈને બે-ત્રણ વર્ષ સુધીનો હોય શકે છે. તમે ઈચ્છો તો એકસરસાઈઝ અથવા ફિઝીકલ અજ્યુકેશનમાં બેચલર અથવા માસ્ટર ડિગ્રી  મેળવી શકો છો.

ત્યારબાદ સરળતાથી નોકરી શોધી શકો છો.

એક ફિટનેસ ટ્રેનર માટે કામની કોઈ કમી નથી. તમે ઘણી ફાઈવ સ્ટાર હોટલો, હેલ્થ રિસોટ, સ્પા, સ્પાર્ટસ એન્ડ ફિટનેસ કલબ, જીમ વગેરેમાં નોકરી માટે એપ્લાઈ કરી શકો છો. આજકાલ સ્પોર્ટસ અને ફિટનેસની વધતી માંગના કારણે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સીટીમાં પણ ફિટનેસ ઈન્સ્ટકટરની પણ ભારે માંગ છે. તમે ઈચ્છો તો ફિટનેસ ટીચર તરીકે પણ કામ કરી શકો છો.

(9:35 am IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની છૂટ આપોઃ સુપ્રિમમાં અરજી : આજે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવી જોઇએઃ એક મુસ્લિમ દંપત્તિએ આ અરજી કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતી અટકાવવાની બાબત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧, ૨૫ અને ૨૯નો ભંગ કરે છે access_time 4:16 pm IST

  • રાજસ્થાનના અલવર જિલ્લામાં કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન :બે જૂથો વચ્ચે છૂટાહાથે મારામારી :જિલ્લાના બહરોડ કસબામાં ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ભંવર અને શ્રમ મંત્રી ટીકારામ જુલીની હાજરીમાં બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી access_time 11:04 pm IST

  • મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો : ચોમાસા જેવો ઠંડો ફેકવા લગાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. access_time 12:39 pm IST