Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

જન્મથીજ વિચિત્ર પંજા ધરાવે છે ૯૪ વર્ષના બા

 લંડન તા ૧૮ : ઇગ્લેન્ડના ઇસ્ટ સસેકસ ટાઉનમાં થોડાક સમય પહેલા ૯૪ વર્ષના એક માજી  યુરિનરી ટ્રેકટ ઇન્ડેકશનમાં સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ થયાં આ બહેનની ઓળખ છતી નથી કરવામાં આવી. તેમને તપાસતી વખતને ડોકટરોએ તેમના હાથ પગ બહુ વિચીત્ર છે, એવું જોયેલું. લિટરલી કરચલાના પંજા હોય એવું જ લાગતું હતું પંજા અને આંગળીઓનો ભાગ છુટો પડયો જ નહોતો. તેના હાથમાં માત્ર ત્રણ જ આંગળીઓ હતી અને અંગુઠા જેવું કંઇ હતુ  જ નહીંે. ડોકટરોને નવાઇ લાગી કે આવા પંજા સાથે આ માજી કેવી રીતે હરી ફરી શકતાંહશે ? જોકે માજીએ ખુલાસો કર્યો કે આવા પંજા હોવા છતાંતેમને કદી કોઇ કામ કરવામાં મુશ્કેલી પડી જ નથી. એ જ કારણોસર તેમણે કદી આ માટે ડોકટરને પણ બતાવ્યું નથી. એક સામાન્ય માણસો જે પણ કામ કરે એ તમામ તેઓ કરી શકે છે. ત્રણ આંગળી જ હોવા છતાં તેઓ ભરતગુથણનું કામ  પણ બહુ સરસ કરે છે. (૩.૭)

(2:42 pm IST)