Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

પ્લાસ્ટિકની બાલદીમાંથી ત્રણ દિવસે રીંછનું માથું છૂંટુ થયું

ન્યુર્યોક, તા.૧૮: અમેરિકાના મેરિલેન્ડના એક ગામમાં નજીકના જંગલમાંથી આવી પહોંચેલા એક રીંછે કૂતૂહલપૂર્વક પ્લાસ્ટિકની બાલદીમાં મોં ખોસ્યું અને એ પછી બાલદી નીકળી જ નહીં. આ રીંછ કયાંય સુધી મોં પર બાલદી સાથે જ અહીંતહીં ભટકતું રહ્યું. કોઇકે સ્થાનિક વાઇલ્ડલાઇફના નિષ્ણાંતોને આ માહિતી આપી, પરંતુ રીંછ આ સ્થિતિમાં પણ ખૂબ ઝડપથી અહીંતહીં ભટકયા કરતું હતું. માંડ ત્રણ દિવસે રીંછને અધિકારીઓ  લોકેટ કરી શકયા. પ્રાણી ધમાલ ન મચાવે એ માટે એને બેભાન કરવાનું ઇન્જેકશન આપવામાં આવ્યું અને પછી બાલદી કાપીને એનું મોં બહાર કાઢવામાં આવ્યું.(૨૩.૯)

(2:41 pm IST)