Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વારસામાં મળેલા અઢી ટન સિક્કાની ગણતરી કરતાં બેન્કના કલર્કને છ મહિના લાગ્યા

આટલી વધી મહેનત કર્યા પછી જે રકમ હાથમાં આવી એ નિરાશાજનક હતી. એ સિક્કાની હાલની યુરોમાં કિંમત ગણીએ તો માત્ર ૮૦૦૦ યુરો એટલે કે લગભગ ૬.૦૫ લાખ રૂપિયા થયા

બર્લિન તા.૨૦: જર્મનીના બ્રેમેર્વોડી ટાઉનમાં રહેતા એક બેન્ક-કલર્કને વારસામાં અઢી ટન જેટલા સિક્કા મળ્યા. જોકે આ સિક્કાના કેટલા રૂપિયા થાય છે એની ગણતરી કરતાં એ ભાઇને નાકે દમ આવી ગયો.૩૦ વર્ષ પહેલાં એક જર્મન ટ્રક-ડ્રાઇવરે રોજનો એક ફેનિંગ કોઇન પોતાના માટે અને બે કોઇન પોતાના પરિવાર માટે બચાવવાનું શરૂ કર્યુ હતું. જીવનભર તેણે એ સિક્કાઓ બચાવવાની આદતને બરકરાર રાખી. તેના મૃત્યુ પછી એ સિકસા ભરેલી બેગો તેના પરિવારને મળી. આ ફેનિંગ કોઇન્સ ૨૦૦૨ની સાલથી જર્મનીમાં ચલણમાં નથી રહ્યા. જોકે જર્મનીની સેન્ટ્રલ બેન્ક હજીયે આ જૂની કરન્સી એકસચેન્જ કરી આપે છે એટલે આ ટ્રક-ડ્રાઇવરનો પરિવાર આ બેન્કમાંથી પોતાને મળેલા સિક્કાની કિંમતનું ચલણી નાણું મેળવવા આ બેન્ક પાસે આવ્યો. પરિવાર તો લગભગ અઢી ટન વજનના સિક્કા બેન્કમાં જમા કરાવી ગયો, પણ એ એકઝેકટલી કેટલા છે એની ગણતરી કરવાનું અઘરૃં હતું. મે મહિનામાં ઓલ્ડેનબર્ગમાં આવેલી આ બેન્કની બ્રાન્ચમાં સિક્કાઓના થેલા ઠલવાયા અને ત્યાંના વોલ્ફેન્ગ કેમેરેઇટ નામના કલર્કને આ સિક્કાની ગણતરીનું ભગીરથ કાર્ય સોંપવામાં આવ્યું. આ કલર્કે રોજનું પોતાનું કામ ઝટપટ પતાવીને આ સિક્કાની ગણતરી કરવાની હતી. સામાન્ય રીતે સિક્કાની ગણતરી માટે ખાસ મશીન વપરાતું આવ્યું છે, પણ આ સિક્કા એટલા જૂના, કટાયેલા અને એકબીજા સાથે ચીપકેલા હતા કે એ કામ હાથેથી જ કરવું પડે એમ હતું. છ મહિના સુધી રોજ કામ પતાવીને કલર્કે અઢી ટન સિક્કામાં ૧૨ લાખ કોઇન ગણ્યા હતા. આટલી બધી મહેનત કર્યા પછી જે રકમ હાથમાં આવી એ નિરાશાજનક હતી. એ સિક્કાની હાલમની યુરોમાં કિંમત ગણીએ તો માત્ર ૮૦૦૦ યુરો એટલે કે લગભગ ૬.૦૫ લાખ રૂપિયા થયા.

(11:38 am IST)