Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઇન્ડોનેશિયામાં બિલાડીને રસ્તો ક્રોસ કરવવા આ પોલીસ કર્મીએ ટ્રાફિક રોક્યું

નવી દિલ્હી  : શું તમે ક્યારેય કોઈ પોલીસકર્મીને પાલતુ પ્રાણી માટે ટ્રાફિક રોકતા જોયા છે ? તમને સાંભળીને ખૂબ અજીબ લાગતું હશે કે પરંતુ આવો એક વીડિયો હાલ સામે આવ્યો છે. ક્યુટ વીડિયોમાં (Cute Video) જે રીતે પોલીસકર્મી બિલાડીની(Cat) મદદ કરી રહ્યો છે,તે જોઈને યુઝર્સ(Users) પણ દંગ રહી ગયા છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે પોલીસકર્મીની પણ પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. તમે બધા જાણતા જ હશો કે ક્યારેક માર્ગ અકસ્માતમાં તો ક્યારેક રેલવે ટ્રેક(Railway Track) પર દરરોજ અનેક પ્રાણીઓએ જીવ ગુમાવવો પડે છે. માણસને જેટલી પીડા થાય છે, એટલી જ પીડા પ્રાણીને પણ થાય છે. આવી સ્થિતિમાં પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે શા માટે ? આ ભેદભાવ એક પોલીસકર્મીએ દુર કર્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, બિલાડીને રસ્તો ઓળંગવા માટે પોલીસકર્મી વાહનોને રોકી દે છે,જેને કારણે બિલાડી શાંતિથી ત્યાંથી પસાર થતી જોવા મળે છે. આ ક્યુટ વીડિયો હાલ દરેકના દિલ જીતી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર Ramblings એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેનિફર રોકવુડની કેટલીક લાઈનો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું, 'તમે ક્યારેય જાણતા નથી કે તમે અન્ય લોકોના જીવનમાં શું પ્રકાશ પાડી શકો છો, આ તેનું સુંદર ઉદાહરણ છે.' વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ચુકી છે.

(5:18 pm IST)