Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

ઓફિસમાં કનડગત વધુ થતી હોય તો ડાયાબિટીઝનું રિસ્ક વધે

લંડન, તા. ૨૦ :. મોટાભાગે પ્રોફેશનલ્સને કામમાં બેસ્ટ પરફોર્મ કરવાનું સ્ટ્રેસ હોય છે. વર્કપ્લેસ પર જ્યારે સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં તકલીફ હોય કે ડર-ભયનું વાતાવરણ હોય તો પણ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર જોખમ વધે છે. ઓફિસની પરેશાનીઓને કારણે કર્મચારીઓમાં ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીઝ થવાનું જોખમ વધુ હોય છે. ડેન્માર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના નિષ્ણાતોનું કહેવું છે કે ઓફિસમાં કનડગત થતી હોય તો જોબ જવાની અસલામતી રહે છે. એ ઉપરાંત સાઈકોલોજિકલ આડઅસરોને કારણે શરીરની જૈવિક ક્રિયાઓમાં પણ બદલાવ આવે છે. દિવસમાં આઠથી દસ કલાક નો સમય સતત ઉચાટ, ઉદ્વેગ, ડરભર્યા વાતાવરણમાં ગાળવાને કારમે શરીરની ચયાપચયની ક્રિયા ખોરવાય છે અને ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીઝ થવાનું જોખમ વધે છે. સ્ત્રી અને પુરૂષ બન્નેમાં ઓફિસના વાતાવરણને કારણે શારીરિક સ્વાસ્થ્ય પર લગભગ સરખી જ અસર થાય છે.

(4:20 pm IST)