Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

ર૦ ફીટનું હાડપિંજર વિજ્ઞાનીઓને કોઇ રાક્ષસનું હોય એવું લાગ્યું

મોસ્કો તા. ર૦: રશિયાના કમાન્ડર આઇલેન્ડ પર વૈજ્ઞાનિકોને વીસ ફીટનું હાડપિંજર મળ્યું છે જેને જોઇને આસપાસના લોકો પણ આશ્ચર્ય પામી ગયા છે. માથા વગરના આ હાડપિંજરને વીસ પાંસળીઓ છે. શરૂઆતમાં વૈજ્ઞાનિકોને આ હાડપિંજથર કોઇ રાક્ષસનું હાડપિંજર હોવાનું લાગ્યું હતું. પણ સચ્ચાઇ હવે સામે આવી છે.

આ હાડપિંજર સમુદ્રકિનારા પાસે મળ્યું હતું. હાડપિંજરનો કેટલોક હિસ્સો જમીનની બહાર નીકળેલો હતો. ત્યાર બાદ તેને કાઢવા માટે આઠ કલાક સુધી ખોદકામ કરવામાં આવ્યું. વિજ્ઞાનીઓનું હવે કહેવું છે કે આ એક જાતની સમુદ્રી ગાયનું હાડપંજર લાગે છે. હાડપિંજરની કુલ લંબાઇ ૩૦ ફીટ હતી અને વજન દસ ટન જેટલું હતું. આ વિલુપ્ત થઇ ગયેલા જીવને જોયાનો દાવો કેટલાય વૈજ્ઞાનિકો કરી ચૂકયા છે.

આ સમુદ્રી જીવ લુપ્ત થવાનું કારણ ૧૭મી શતાબ્દીની આસપાસ એનો વધુ પડતો શિકાર થતો હોવાનું મનાય છે. એનાથી એક મહિના સુધી લગભગ ૩૩ જણનું પેટ ભરાઇ શકે એમ હતું.

 

(10:22 am IST)