Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

માલિકે ત્યજી દીધા પછી ડોગીથી વિરહ ન જીરવાયો, તડપી-તડપીને મૃત્યુ પામ્યો

લંડન તા. ર૦: કોલમ્બિયામાં પશુના માનવપ્રેમની અનોખી ઘટના લોકોને જોવા મળી છે. માલિકે પાળેલા ડોગીને સ્થાનિક એરપોર્ટ પર છોડી દીધા પછી એ ડોગીએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. સ્થાનિક લોકોએ અનેક વખત એને ખવડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ડોગીએ કશું ખાધું નહીં. એ ડોગીએ માલિકના વિરહમાં તડપતાં-તડપતાં ચાર અઠવાડિયાં કરતાં વધારે દિવસો પસાર કર્યા પછી એ જ જગ્યા પર મૃત્યુ પામ્યો હતો.

એ ડોગીના મૃત્યુ પછી વેટરિનરી ડોકટરે તપાસતાં મોતનું કારણ ડિપ્રેશન ગણાવ્યું હતું. ડોકટરે એ ડોગી કોઇએ ત્યજી દીધાનું દુઃખ જીવી ન શકતાં ડિપ્રેશનને કારણે મૃત્યુ પામ્યો હોવાની શકયતા દર્શાવી હતી. ત્રણથી ચાર અઠવાડિયાં સુધી એ ડોગી કોઇની રાહ જોતો હોય એવું જણાતું હતું. એ રાહ જોતાં-જોતાં વિરહનું દુઃખ વધતું ગયું અને એમાં એ ડોગીની તબિયત કથળતી ગઇ. એ ગાળામાં એણે ખાવા-પીવાનું બંધ કર્યું હોવાથી શરીરને પોષણ મળતું નહોતું એટલે છેટે એ નિર્જીવ થઇ ગયો હતો.

 

(11:46 am IST)