Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

આગામી વર્ષમાં ફ્રાસ તેની એરક્રાફ્ટ હિંદ મહાસાગરમાં મોકલે તેવી સંભાવના

નવી દિલ્હી:ફ્રાન્સે કહ્યું કે આગામી વર્ષ દરમિયાન તેઓ હિન્દ મહાસાગરમાં તેનું એરક્રાફ્ટ કેરિયર મોકલશે.પાણી વિવાદમાં ચીનની દૃઢતા વધતા તેને રોકવા અને નેવિગેશનની આઝાદી માટે ફ્રાન્સ આ યોજના બનાવી છે.

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ શુક્રવારે જણાવ્યું કે,'આંતરરાષ્ટ્રી માર્ગો પર નેવિગેશનની આઝાદી માટે ફ્રાન્સ હમેશા આગળ રહ્યું છે.તેથી દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત ટ્યૂલોન પોર્ટના સમારકામ અને જાળવણી માટે એરક્રાફ્ટ કરિયર 'ચાર્લ્સ ડી ગોલ'ને આગામી વર્ષ સુધી હિન્દ મહાસાગરમાં ઉતારવામાં આવશે.'

ઉપરાંત પાર્લીએ કહ્યું કે,'જ્યારે પણ મૂળભૂત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંધન થશે, જેમ કે હાલ દક્ષિણ ચીન સાગરમાં થઈ રહ્યું છે. ત્યારે આપણે આપણી આઝાદીનું પ્રદર્શન કરી પ્રતિબંધિત સમુદ્રી માર્ગોમાં ઉતરવું પડશે.'

નોંધનીય છે કે આ પહેલા ચાલુ વર્ષના મે મહિનામાં ફ્રાંસનું હોલિકોપ્ટર કેરિયર ડિક્સમ્યૂડ દક્ષિણ ચીન સાગરમાં ઉતર્યું હતું, જ્યારે ઓગસ્ટમાં ફ્રાન્સની એક સંપૂર્ણ એર સ્ક્વાડ્રનને પ્રતિબંધિત ક્ષેત્રમાં ઉડાન ભરી હતી.

(5:42 pm IST)