Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

૯૬ વર્ષનાં માજી છે વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ મોડલ

લંડન તા ૨૦ : હોન્ગ કોંન્ગના એલિસ પેન્ગે ૯૩ વર્ષની ઉંમરમાં મોડલિંગ કરવાનું શરૂ કરીને ગ્લેમરની દુનિયામાં કદમ માંડયાં હતાં અને હવે તો તેમણે ફુલફલેજડ મોટી બ્રેન્ડ માટે કામ કરીને મોડલિંગ જગતમાં ડંકો વગાડી દીધો છે. આ  પહેલાં જાપાનના ૮૪ વર્ષનાં નાઓયા કુડો અને ચીનના ૮૪ વર્ષનાં વાંગ ડેશનને સૌથી વયસ્ક મોડલ ગણવામાં આવતા હતા. જોકે હવે સૌથી વયસ્ક મોડલનો ખિતાબ ૯૬ વર્ષનાં એલિસના શિરે છે. માજીને પહેલેથીજ સરસ મજાના કપડા પહેરીને પ્રેઝન્ટેબલ બનીને રહેવાનો શોખ હતો. જોકે તેમણે કદી પ્રોફેશનલ મોડલિંગ કરવાનું  વિચાર્યુ નહોતું એલિસ એ માટેની ક્રેડિટ પોતાની પોત્રીને આપે છે. તેણે જ એક વાર જાહેરાત જોયેલી જેમાં૬૫ વર્ષથી મોટી વયની મોડલ્સને એપ્લાય કરવાનું કહેલું. એલિસની પોૈત્રીએ દાદીની બે-ત્રણ તસ્વીરો મોકલી દીધી હતી અને ખરેખર માજીનું સિલેકશન થઇ ગયું. એ પછી તો વન-બાય વન મોડલિંગના દરવાજા ખુલવા લાગ્યા.

શરૂઆતમાં તકલીફ પડી, પણ એલિસે હાર ન માની. મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર  હાયર કરીને તેણે મોડલિંગની સુઝબુઝને વિસ્તારી, હવે તો ત્રણ વર્ષ થઇ ગયા છે ત્યારે ગુચી, વેલેન્ટિનો, એલરી જેવી બ્રેન્ડ માટે પણ મોડલિંગ કરી ચુકયાં છે. હવે લોકો તેમને પુછે છે કે આ ઉંમરે આટલી સરસ ફિટનેસનું રાઝ શું છે? ત્યારે માજી કહે છે કે, ' આમ તો મારૂ બોડી નેચરલી જ આવું છે, પરંતુ એને મેઇન્ટેન રાખવા માટે હું એકસરસાઇઝ અને સ્ટ્રિકટ ડાયટિંગ કરૂ છું'

(3:33 pm IST)