Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કુતરાથી લાગેલા ચેપને કારણે હાથ અને પગ ગુમાવ્યાઃ જવલ્લે જ આ રોગ જોવા મળે છે

છતા પણ હું હંમેશા મારો શ્વાન પ્રેમ જાળવી રાખીશ

નવીદિલ્હી, તા.૨૦: કુતરા સંબંધી જવલ્લે જોવા મળતા રોગના કારણે પોતાના હાથ અને પગ ગુમાવી ચુકેલ વ્યકિત કહે છે કે આના લીધે હું કુતરાથી દુર નહીં રહું. સી.એન.એન સાથે વાત કરતા ગ્રેગ મેન્ટેઉફેલે કહ્યું ભલે આ બન્યું પણ હું કુતરાઓને પ્રેમ કરતો રહીશ.

જુનમાં તે ચહેરા, છાતી અને હાથમાં રંગ બદલાવાની ફરીયાદ સાથે વીસ્કોન્સીનની ફોઇડટટસ્ હોસ્પીટલમાં પહોચ્યો ત્યારે ડોકટરોએ કેટનોસીટોફાગા કેનીમરસ બેકટેરીયાના કારણે તેના લોહીમાં ઇન્ફેકશન હોવાની નિદાન કયુંર્ હતું. આ બેકટેરીયા મોટા ભાગે બિલાડી અને કુતરાના મોઢામાં જોવા મળે છે અને તેનાથી કરડવાથી અથવા ચાટવાથી ફેલાય છે. અને તેનાથી જવલ્લે જ સડો અથવા લોહી ગંઠાવું જેવી ગંભીર ગુંચવણો ઉભી થાય છે.

મેન્ટેઉફેલનું ઇન્પેકશન બહુ ઝડપથી ફેલાયું હતું અને તેથે ગ્રંગ્રીન થયું હતું. જેના લીધે તેને હાથ અને ગંગ્રીન થયું હતું. જેનાં લીધે તેના હાથ અને પગ કપાવવા પડયા હતા.(ટાઇમ મેગેજીન માંથી સાભાર)(૨૨.૧૧)

(4:11 pm IST)